Sep 02, 2012 |
Grooming
કેવી રીતે વાત કરવી, કેવી રીતે બોલવું, કેવી રીતના હાવભાવ હોવા જોઈએ. એ બધી જ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. આપણી નમ્રતાથી આપણા વ્યક્તિત્વની સારી કે ખરાબ છબિ ઊભી થાય છે.આપણે જ્યારે કોઈ બિઝનેસ સંસ્થા અથવા કોઈ કોર્પોરેટ જગ્યાએ મિટિંગ માટે જતાં હોઈએ છીએ ત્યારે આપણે કેવી રીતે વાત કરીએ છીએ એ મહત્વનું છે. એ સિવાય તમારા વ્યક્ત્વિનો પ્રભાવ પણ અગત્યની ભૂમિકા ભજવે છે. કેવી રીતે વાત કરવી, કેવી રીતે બોલવું, કેવી રીતના હાવભાવ હોવા જોઈએ બધી જ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. આપણા હાવભાવ અને અવાજની નમ્રતાથી આપણા વ્યક્તિત્વની સારી કે ખરાબ છબિ ઊભી થાય છે, તો જાણીએ કેવા હોવા જોઈએ આપણા હાવભાવ અને વ્યવહાર...
હેર સ્ટાઇલ
તમારા વ્યક્તિત્વમાં તમારી હેર સ્ટાઇલ અગત્યની ભૂમિકા ભજવે છે. તમારી હેર સ્ટાઇલ કેવી હોવી જોઈએ તેની સમજ હોવી જરૂરી છે. તેમજ તમે જ્યાં જાવ છો એ જગ્યા અનુસાર તમારી હેર સ્ટાઇલ કરો. કોઈ સોશિયલ મીટિંગ માટે જાવ અને તમારી હેર સ્ટાઇલ વધુ પડતી ટ્રેન્ડી હશે તો એ તમારી ખરાબ છબિ ઊભી કરશે. માટે સમય અનુસાર હેર સ્ટાઇલ કરવી જોઈએ. ફંકી હેર સ્ટાઇલ એ ઓફિસમાં સારી બાબત નથી.
વોકિંગ સ્ટાઇલ
તમારી વોકિંગ સ્ટાઇલ સીધી અને સિમ્પલ હોવી જોઈએ. વોકિંગ સ્ટાઇલમાં ક્યારેય લટકામટકા ન હોવા જોઈએ. વોકિંગ સ્ટાઇલને ક્યારેય સ્ટાઇલિસ્ટ બનાવવાની કોશિશ ન કરો. તેમજ જ્યારે તમે વોક કરતા હોવ તો તમારાં જૂતાં કે ચંપલનો અવાજ ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. તમારાં જૂતાં કે ચંપલ તમારી વોકિંગ સ્ટાઇલમાં બહુ અગત્યની ભૂમિકા ભજવે છે, માટે તેની પસંદગી કરતી વખતે તમને કમ્ફર્ટેબલ લાગે તેની જ પસંદગી કરવી જોઈએ. ઓફિસમાં હંમેશા શૂઝ (બુટ) પહેરવાનો આગ્રહ રાખો.
ડ્રેસિંગ સ્ટાઇલ
તમારાં વસ્ત્રો તમારા વ્યક્તિત્વનો અરીસો છે. તમારી ડ્રેસિંગ સ્ટાઇલથી લોકો તમને અને તમારા વ્યક્તિત્વને ઓળખી લેતા હોય છે, માટે કપડાં એવાં હોવાં જોઈએ જે તમને અને તમારા વ્યક્તિત્વને સાચી રીતે રજૂ કરે. ક્યારેય પણ એવાં કપડાંની પસંદગી ન કરવી જે તમારા વ્યક્તિત્વને અનુરૂપ ન હોય. તમે જ્યારે કપડાંની પસંદગી કરતા હોવ ત્યારે ઓફિસ અને કોર્પોરેટ વર્લ્ડને ધ્યાનમાં રાખવું જોઇએ. વધારે પડતા ભપકા કલરના કપડા ઓફિસમાં પહેરવા યોગ્ય નથી.
એસેસરીઝ
જ્યારે તમે કોઈ પણ પ્રકારની એસેસરીઝની ખરીદી કરવા જાવ છો ત્યારે મનમાં એ નક્કી કરી લો કે તમે શેના માટે ખરીદી કરી રહ્યા છો. ઓફિસને અનુરૂપ ખરીદી કરતી વખતે તમારે એ ધ્યાન રાખવું જોઇએ કે તે વધુ પડતું ફેશનેબલ તો નથી ને. મોબાઇલ, બેગ, સનગ્લાસિસ, શૂઝ, વોચ અને જ્વેલરી આ તમામ વસ્તુઓ તમારા વ્યક્તિત્વનો ભાગ છે, જે લોકો સમક્ષ તમારી સારી અથવા ખરાબ છબિ દર્શાવે છે.
No comments:
Post a Comment