- Grooming - Abhishek
પહેરવેશ પાછળ ધ્યાન આપીને પોતાને ગ્રૂમ્ડ પ્રોફેશનલ કહેવડાવવામાં હવે લોકો પોતાની શાન માને છે. પ્રોફેશન પ્રમાણે પહેરવેશ બદલતા જ રહે છે,છતાં જ્યારે તમે કોર્પોરેટ કંપનીની કોઈ નામાંકિત પોસ્ટ માટે અપ્લાય કરી રહ્યા હોય કે ઓલરેડી તમે નોકરી મેળવી ચૂક્યા હો ત્યારે પહેરવેશ દ્વારા સારામાં સારું સેલ્ફ માર્કેટિંગ કરી શકો છો. તમારું પ્રોફેશનલ - બિઝનેસ વોર્ડરોબ અને તેના માટે ફિટ ફેબ્રિક અને પ્રોફેશનલ લુક માટે ડુઝ અને ડોન્ટ્સ શું હોઈ શકે એની અહીં ઝીણવટથી માહિતી આપવામાં આવી છે. ફોલો કરો અને છવાઈ જાઓ
વાઈવા ટેસ્ટ, ડેઝરટેશન, ઇન્ટરવ્યૂ, બિઝનેસ ડિલ, પ્રોજેક્ટ પ્રેઝન્ટેશન કે ઓફિસ રૂટિનમાં જો ડ્રેસ કોડ કે જેને યુનિફોર્મ નામ આપવામાં આવ્યું છે તે નક્કી હોય તો બરાબર, બાકી હંમેશાં સ્ટેપલ કલર્સ પહેરવાનું પસંદ કરો. જેમ કે, નેવિ બ્લૂ, ચાર્કોલ ગ્રે, બ્લેક, કોફી, ખાખી, આઇવરી, વ્હાઈટ વેલવેટ, શાઈની, સિલ્ક, ફર, ફન્કી, ફ્લાવર ડિઝાઈન, બિગ બ્લોક અને જલદીથી કરચલી પડે તેવાં મટીરિયલ ઓફિસ વેર માટે પસંદ ન કરો.
ઇન્ટરવ્યૂ આપવા જતી વખતે અથવા ઓફિસે જતી વખતે પોલીસ્ટર, વૂલ સૂટ્સ અને કોટન ક્લોથ પહેરો. જે ઇસ્ત્રીટાઈટ હોવા જોઈએ.
જ્યારે તમે પ્રોફેશનલ સૂટની ખરીદી ઓફિસ વેર તરીકે કરવા જાઓ ત્યારે સૂટની સ્લીવ્ઝના ભાગને સળ વાળીને દસ સેકન્ડ હાથમાં પકડી રાખો જો તેમાં કરચલી પડે તો તે સૂટ લેવાનો ટાળો.
ઇન્ટરવ્યૂ આપવા જતી વખતે અને બિઝનેસ ડે દરમિયાન તમારું ફન્કી કે કૂલ લુકનું ડોકિયું ન થવું જોઈએ. બી પ્રોફેશનલ એટ ધેટ ટાઈમ. ખાસ કરીને પિઅર્સિંગ અને ટેટુસ શરીર પર ન દેખાવા જોઈએ. જો તમને લાગે કે એ શક્ય નથી તો ટેટુ અને પિઅર્સિંગ રિમૂવ કરતાં ખચકાશો નહીં
એક્સેસરીઝ બને તો પહેરવી ટાળો છતાં તમને આદત હોય તો ગોલ્ડ કે સિલ્વર ચેઈન વિથ સ્મોલ પેન્ડન્ટ પહેરી શકાય. પ્રોફેશનલ વુમન પર્લ્સ પણ પહેરી શકે છે.
શૂઝ હંમેશાં પોલિશ થયેલા હોવા જોઈએ. ધૂળવાળા કે કલર ઊતરી ગયેલાં ભૂખરાં શૂઝ ન પહેરો. શૂઝની સાથે મોજાં એવી રીતે પહેરો કે તે તમારી સ્કિનને કવર કરતાં હોય. મોજાંમાંથી અને શૂઝમાંથી વાસ આવવાની સમસ્યાના કારણે તમારે મળવા જનારી નોકરીમાંથી હાથ ધોવા પડે એવી શક્યતા પણ છે.
ઇન્ટરવ્યૂ આપવા જતી વખતે સ્ત્રીઓએ ચન્કી, પ્લેટફોર્મ અને ની - હાઈ શૂઝ ન પહેરવા. હાઈ હિલ અને પોતાને કમ્ફર્ટેબલ ન હોય તેવા શૂઝ પણ ન પહેરવા. ફેબ્રિક મોજડી, બુટ્સ મળે છે તે પહેરી શકાય.
પ્રોફેશનલ પર્સ ને સ્ટીલ ટોઝ અને ઓપન ટો શૂઝ પહેરવાના અવોઈડ કરવા જોઈએ.
તમારા નખ કાપેલા રાખો અને વધારેલા હોય તો તેમાં મેલ ન જામેલો હોવો જોઈએ.
ઇન્ટરવ્યૂ આપતી વખતે કે બિઝનેસ ડિલ વખતે વારે ઘડીએ તમારા કપડાં શૂઝ અને એક્સેસરીઝને સરખી કરવાથી તમારી નર્વસનેસ દેખાય છે.
જે પ્રમાણે કપડાં પહેરો એ પ્રમાણે જ ઊભા રહેતાં, બેસતાં અને લોકો સાથે વાતચીત કરતાં શીખવું પણ એટલું જ મહત્ત્વનું છે.
No comments:
Post a Comment